Friday, 6 June 2014

સુખી થવાની 30 ચાવી

Follow me-Sidhdhrajsinh gohil
.
વાંચ્યાં પછી એવું જરૂરથી લાગશે કે આજે કંઇક જાણવા મળ્યું ખરા....!!!

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો..

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ .

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને (Unconditional) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે,માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

30. નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

Labels:

Friday, 9 May 2014

પથરી માટે ઘરેલુ ઉપચાર..

Join me-Sidhdhrajsinh Gohil  Padva

જો કોઈ કારણસર પેશાબ ઘટ્ટ આવતો હોય તો શરીરમાં પથરી થવી શરૂ થઈ જાય છે. પહેલા નાના નાના દાણા બને છે. પછી દાણા વધી જાય છે જેને આપણે પથરી કહીએ છીએ.
પથરીનો દુ:ખાવો ક્યારેક સહનશક્તિ કરવાની તમામ હદ વટાવી દે છે. પથરી થવાથી પેશાબ કરવામાં ખૂબ જ તકલીફ થાય છે અને ઘણીવાર પેશાબ રોકાય જાય છે. પથરી થવાની કોઈ વય નથી હોતી. આ કોઈને પણ કોઈપણ વયે થઈ શકે છે. આવો આપણે જાણીએ પથરીના ઘરેલુ નુસ્ખા વિશે..
પથરી માટે ઘરેલુ ઉપચાર..
-
નારિયેળનું પાણી પીવાથી પથરીમાં ફાયદો થાય છે. પથરી થવા પર નારિયળનુ પાણી પીવુ જોઈએ..
- 15
દાણા મોટી ઈલાયચીને એક ચમચ્બીમાં શક્કરટેટીના બીજ અને બે ચમચી મિશ્રી(આખી સાકર), એક કપ પાણીમાં મિક્સ કરી સવાર સાંજ બે વાર પીવાથી પથરી નીકળી જાય છે.
-
પાકેલા જાંબુ પથરીથી છુટકારો મેળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પથરી થાય ત્યારે પાકા જાંબુ ખાવા જોઈએ.
-
આમળા પણ પથરીમાં ખૂબ જ લાભકારી છે. આમળાંનુ ચૂરણ મૂળાની સાથે ખાવાથી મૂત્રાશયની પથરી નીકળી જાય છે.
-
જીરા અને ખાંડને સમાન માત્રામાં વાટીને એક એક ચમચી ઠંડા પાણી સાથે રોજ ત્રણ વખત લેવાથી ફાયદો થાય છે અને પથરી નીકળી જાય છે.
-
સાકર, વરિયાળી, સૂકા ધાણાને 50-50 ગ્રામ પ્રમાણસર લઈને દોઢ લીટર પાણીમાં રાત્રે પલાળી મુકો. બીજી સાંજે તેનું પાણી ગાળીને વાટી લો અને પાણીમાં મિક્સ કરીને એક મિશ્રણ બનાવી લો. આ પાણી પીવો. પથરી નીકળી જશે.
-
ચા-કોફી કે અન્ય પીણા જેમા કેફીન હોય તેવા પીણા બિલકુલ ન પીશો. બની શકે તો કોલ્ડ્રિંક વધુ પ્રમાણમાં પીવો
-
તુલસેના બીજને હિમજીરુ દાનેદાર ખાંડ અને દૂધ સાથે લેવાથી મૂત્રપિંડમાં ફસાયેલી પથરી નીકળી જાય છે.
-
જીરાને સાકરની ચાસણી અથવા મધ અને દૂધની સાથે લેવાથી પથરી ઓગળીને પેશાબ સાથે નીકળી જાય છે.
-
પથરી થાય તો વધુમાં વધુ પાણી પીવુ જોઈએ. શરીરમાં પાણીની કમી થવાથી કિડનીમાં પાણી ઓછુ ગળાય છે. પાણી ઓછુ થવાથી શરીરમાં રહેલા કેલ્શિયમ, યૂરિક એસિડ

Labels:

Wednesday, 7 May 2014

જુદાં જુદાં રોગ માં ઘરેલું ઉપચાર

જોઈન મી - Sidhdhrajsinh Gohil Padva

દમા
• લસણનો રસ કાઢી ૧૦-૧૫ ટીપા નવશેકા પાણીમાં નાખીને લેવું.
• દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ તેને દિવાની જયોત પર ગરમ કરી પછી તેને છોલીને મરીનો ભુકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે.
• બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત મળે છે.
• રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
• હળદ, મીરી અને અળદ એ ત્રણેને અંગાલા પર નાંખી ઘુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.
• દસ પંસદ લવીંગ ચાવીતે તેનો રસ ગળવાથી દમ મટે છે.
• એલચી, ખજૂર અને દ્રાક્ષ મધ સાથે ચાટવાથી દમ મટે છે.
• દર રોજ થોડી ખજુર ખાઇ ઉપર ગરમ પાણી પીવાથી કફ઼્અ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
• બે ત્રણ સુકા અંજીર સવેરો અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફ઼્અનું પ્રમાણ ઘટે છે. અને દમ મટે છે.
• નાગરવેલના પાનમાં રતીભાર ફ઼્ઉલવેલી ફ઼્અટકડી આવાથી દમ મટે છે.
• અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
• પંદર વીસ મીરી વાટી મધ સાથે રોજ ચાટવાથી દમ મટે છે.
• તુલસીના રસ ૩ ગ્રામ. આદુનો રસ ૩ ગ્રામ. અમે એક ચમચી મધ સાથે લેવાથી દમ મટે છે.
• ફ઼્ઉલવેલી ફ઼્અટકડી અને સાકર સરખે ભાગે લઈ દિવસમાં યાર વખત અર્ધો તોલો જેટલી ફ઼્આક્વાથી દમ મટે છે.

ખોડો
• પલાળેલી મેથીનો લેપ બનાવીને માથાંના તળીયામાં લગાડવો. એક કલાક રાખીને સાબુથી ઘોઇ નાખવું.
• લીંબુના રસથી વાળ ધોવાથી નાખવું.
• સફ઼્એદ બીટના મુળિયાને પાણીમાં ઉકાળીને માથામાં માલીશ કરવું.
• બે ત્રણ દિવસનું દહીં, લીંબુનો રસ, મધ, વીનેગર, અને આમળાનો રસ પણ ઓડા માટે ઉપયોગી છે.

ઉતરતા વાળ
• નવશેકું ઓલિવ ઓઇસ રાતના લગાડવાથી અને સવેરો વાળ ધોવાથી વાળ ખરતાં ખટકશે.
• ટાલ પડી હોય એ જગ્યાએ કાંદો ઘસવો જ્યાં સુધી કાંદો લાલ રંગનો થાય. પછી એ જગ્યાચે મધ લગાડવ
• આમળાના કટકાને કોપેલના તેલમાં ઉકાળવું. એ તેલ રોજ લગાવવું. આ પ્રયોગ અકસીર છે.
• રાઇના તેલમાં મેંદીના પાનને ઉકાળવા. પાન બળી જાય પછી ગાળી લેવું.

Labels:

Friday, 2 May 2014

હેલ્થી ... "પપૈયા"

SIDHDHRAJSINH GOHIL PADVA

"હેલ્થ ટીપ્સ" ... "પપૈયા"

પપૈયા એક એવું ફ્રૂટ છે જે ટેસ્ટી હોવાની સાથે જ ગુણોથી ભરપૂર છે. પપૈયા નિયમિત સેવનથી શરીરને વિટામિન- એ અને વિટામિન-સીની એક નિશ્ચિત માત્રા પ્રાપ્ત થાય છે, જે આંધળાપણાથી બચવે છે. પીળા રંગના પપૈયાના મુકાબલે લાલ પપૈયામાં કૈરોટિનની માત્રા અપેક્ષાકૃત ઓછી હોય છે.
પપૈયાના અનેક ગુણો છે આપણા આરોગ્યનું સુરક્ષા કવચ તેના અનેક લાભમાંથી જાણી એ અહીં તેના 10 ઈલાજો...

1 આ ફળનું હેલ્થ કેરમાં મહત્વ પણ વધારે છે, આ સુપાચ્ય થાય છે. પેટમાં ગેસ બનવાથી રોકે છે.

2 કબજીયાતનું દુશ્મન અને સ્વાસ્થ્ય વર્ધક છે. પપૈયામાં મળતું પાઈપન નામનું એંન્જાઈમથી ભોજન પચવામાં મદદ મળે છે. એ જાડાપણાનું પણ દુશ્મન છે.

3 પેટના રોગોને દૂર કરવા માટે પપૈયાનું સેવન કરવું લાભ કારી હોય છે. પપૈયાના સેવનથી પાચનતંત્ર સારું થાય છે.

4 પપૈયાનો રસ અરૂચી, અનિદ્રા, માથાનું દર્દ, કબજીયાત તથા જાડા વગેરે રોગોમાં રાહત આપે છે.

5 પપૈયાનો રસનું સેવન કરવાથી ખાટા ઓડકાર બંધ થઈ જાય છે.

6 પપૈયું પેટના રોગ, હૃદય રોગ, આંતરડાની કમજોરી વગેરેને જૂર કરે છે. પાકેલા કે કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી પેટ માટે લાભકારી થાય છે.

7 પપૈયાના પાનના ઉપયોગથી હાઈ બી.પી.માં લાભ થાય છે અને હૃદયની ધડકન નિયમિત થાય છે. પપૈયામાં વિટામીન ડી, પ્રોટીન, કૈલ્શિયમ, લોહ તત્વ વગેરે બધા ભરપૂર માત્રામાં મળે છે.

8 પપૈયા પાગલપન દૂર કરનાર છે તથા વતા દોષોનો નાશ કરે છે. તેના સેવનથી ઘાવ ભરાઈ જાય છે અને મળત્યાગ તથા પેશામાં આવતી રુકાવટને દૂર કરે છે. કાચા પપૈયાને દૂધ ત્વચાના રોગ માટે વધારે લાભ કરે છે.

9 પાકેલા પપૈયા પાચન શક્તિમાં વધારો કરે છે, ભૂખને વધારે છે, ભૂખને વધારે છે, મૂત્રાશયના રોગનો નાશ કરે છે, પથરીને દૂર કરે છે, શરીરની વધારાની ચરબી પણ દૂર કરે છે. પપૈયા કફની સાથે આવનાર લોહીને રોકે છે તથા હરસને સારું કરે છે.

10 પપૈયા ત્વચાને ઠંડક પહુંચાડે છે. પપૈયાને કારણે આંખોની નીચે કાળા કુંડાળા દૂર થાય છે. કાચા પપૈયાના ગૂંદરને મધમાં મેળવીને ચહેરા પર લગાડવાથી ખીલનો અંત આવી જાય છે.